વધારે સુગરવાળી આ આઇટમોથી દૂર રહો

જ્યારે આપણે હાઇ સુગરની વાત કરીએ છીએ ત્યારે આપણી આંખો સામે કેક, પેસ્ટ્રીસ અને બીજી બધી મીઠી વાનગીઓ આવી જાય છે.

જોકે, આપણા પ્રિય ફ્રુટ જ્યુસ પણ આપણા સ્વાસ્થય પર ખરાબ અસર કરે છે. મોટેભાગે આપણે આપણા રોજીંદા ખોરાકમાં સુગરના લેવલનુ ધ્યાન રાખતા નથી.

તમને જાણીને નવાઇ લાગશે કે તમે આ બધી વાનગીઓ દ્વારા કેટલી બધી સુગર આરોગી જાઓ છો.

તો વાંચો કે તમારે કઇ કઇ ચીજો એવોઇડ કરવાની છે.

High Sugar Food

ફ્રુટ જ્યુસ

ફ્રુટ જ્યુસ પીવો તે સ્વાસ્થય માટે સારુ કહેવાય છે પણ વધારે પડતો જ્યુસ પીઓ તો તે તમારા સ્વાસ્થયને નૂકસાનકર્તા સાબિત થાય છે.

તેમાં સુગરનુ પ્રમાણ રહેલુ હોય છે અને વધારે પડતી સુગર સ્વાસ્થય માટે સારી હોતી નથી. તેનાથી કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધે છે અને ડાયાબિટીસનો ખતરો પણ રહે છે.

સૂકો મેવો

કોઇપણ ચીઝ વધારે પડતી હોય તો તે સ્વાસ્થયને નૂકસાનકર્તા સાબિત થાય છે પછી ભલે તે ડ્રાય ફ્રુટ જ કેમ ન હોય.

જોકે, ડ્રાયફ્રુટ ખાવાથી સ્વાસ્થય સારુ રહે છે પણ તે વધારે માત્રામાં ન ખવાઇ જાય તેનુ ધ્યાન રાખવુ. ડ્રાય ફ્રુટમાં વધારે પડતી સુગર હોય છે તેથી, તે ઓછી માત્રામાં વપરાવવુ જોઇએ.

બેવરેજ અને એનર્જી ડ્રીંક્સ

તમારા ફ્રિઝને રંગબેરંગી બેવરેજીસથી ભરી દેવા તે સારી બાબત નથી. આઇસ ટી મિક્સ, જ્યુસ કોન્સનટ્રેટસ ,ફ્લેવર્ડ મિલ્ક અને આવા બીજા વધા બેવરેજીસમાં ઘણી માત્રામાં સુગર હોય છે.

વધારે પડતી સુગર હેલ્થ માટે સારી હોતી નથી. એનર્જી ડ્રીંક માણસને તરત જ એનર્જી પૂરી પાડે છે પણ તે ધ્યાનપૂર્વક લેવાવી જોઇએ.

તો નજીકના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી આઇસ ટી લેતા પહેલા બેવાર વિચાર કરો.

gbeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ટ્રાવેલ ડાયરી: થારના રણમાં પ્રવાસી સફર

Mon Aug 7 , 2017
જ્યારે આપણે હાઇ સુગરની વાત કરીએ છીએ ત્યારે આપણી આંખો સામે કેક, પેસ્ટ્રીસ અને બીજી બધી મીઠી વાનગીઓ આવી જાય છે. જોકે, આપણા પ્રિય ફ્રુટ જ્યુસ પણ આપણા સ્વાસ્થય પર ખરાબ અસર કરે છે. મોટેભાગે આપણે આપણા રોજીંદા ખોરાકમાં સુગરના લેવલનુ ધ્યાન રાખતા નથી. તમને જાણીને નવાઇ લાગશે કે તમે […]