ભારતના આ રાજ્યમાં રહે છે ભીમની પત્ની હિડિમ્બાના વંશજો, જાણો

મહાભારત કાળ સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે તમે જાણતા જ હશો. કૌરવો અને પાંડવો કોણ હતા. તેમની વચ્ચે શા માટે યુદ્ધ થયું હતું. તે યુદ્ધ કોણ જીત્યું હતું.પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું સ્થળ છે જ્યાં આજે પણ મહાભારત કાળના મહાબલી ભીમની રાક્ષસી પત્ની હિડિમ્બાના વંશજો રહે છે. તો ચાલો જાણીએ તે સ્થળ વિશે જ્યાં મહાબલી ભીમની રાક્ષસી પત્ની હિડિમ્બાના વંશજો રહે છે.

આ રાજ્યનું નામ નાગાલેન્ડ છે. રાજ્યનું નામ વર્ષ 1961 માં નાગાલેન્ડ રાખવામાં આવ્યું હતું, જ્યારે અગાઉ તેને નગા હિલ્સ તુએનસંગ વિસ્તાર કહેવામાં આવતું હતું. શરૂઆતમાં આ રાજ્ય કેન્દ્રશાસિત ક્ષેત્ર હતું. 1 ડિસેમ્બર, 1963 ના રોજ, તેને દેશનું 16 મુ રાજ્ય બનાવવામાં આવ્યું. જાણકારી અનુસાર નાગાલેન્ડ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેમાં એક જ રેલ્વે સ્ટેશન અને એક એરપોર્ટ છે અને તે બંને રાજ્યના સૌથી મોટા શહેર દિમાપુરમાં છે. સૌથી મોટા શહેર દિમાપુરને નાગાલેન્ડનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. આ રાજ્યની ઉત્તરમાં અરુણાચલ પ્રદેશ, પશ્ચિમમાં આસામ અને દક્ષિણમાં મણિપુર રાજ્ય આવેલું છે, જ્યારે પૂર્વમાં મ્યાનમાર દેશથી ઘેરાયેલું છે.

દિમાપુરનો મહાભારત કાળનો વારસો આજે પણ ઘણાં પ્રવાસીઓને આકર્ષે છે. હિડિમ્બાનો વાડો હજી પણ છે, જ્યાં રજવાડીમાં સ્થિત શતરંજના મ્હોરાંના ઉંચા ઉંચા ટુકડાઓ છે, જે હવે તૂટી ગયા છે. અહીંના લોકોનું માનવું છે કે ભીમ અને તેનો પુત્ર ઘટોત્કચ આ ટુકડાઓથી શતરંજ રમતા હતા. પાંડવોએ આ સ્થળે પોતાના વનવાસ દરમિયાન ઘણો સમય પસાર કર્યો હતો.

વાંચો: મહાભારત: ભીષ્મના પાંચ શક્તિશાળી તીરો કૌરવોને યુદ્ધમાં જીતવામાં મદદ કરી શકતા હતા

દિમાપુર પહેલાના સમયમાં ‘હિડિમ્બાપુર’ તરીકે જાણીતું હતું. મહાભારત કાળમાં હિડિમ્બ રાક્ષસ અને તેની બહેન હિડિમ્બા આ સ્થળે રહેતા હતા. અહીં જ હિડિમ્બાએ ભીમ સાથે લગ્ન કર્યા. અહીં ડીમાશા જનજાતિના લોકો રહે છે. જેમની વસ્તી અહીં ખુબ વધારે છે. ડીમાશા જનજાતિના લોકો પોતાને ભીમની પત્ની હિડિમ્બાના વંશજ માને છે.

gbeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ખજૂર ખાવાના ફાયદા જાણીને તમે હેરાન રહી જશો

Tue Feb 11 , 2020
મહાભારત કાળ સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે તમે જાણતા જ હશો. કૌરવો અને પાંડવો કોણ હતા. તેમની વચ્ચે શા માટે યુદ્ધ થયું હતું. તે યુદ્ધ કોણ જીત્યું હતું.પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું સ્થળ છે જ્યાં આજે પણ મહાભારત કાળના મહાબલી ભીમની રાક્ષસી પત્ની હિડિમ્બાના વંશજો રહે […]