જો તમારી પાસે ઘણા આઈડિયા છે પરંતુ તમે તેને કમ્યુનિકેટ કરી શકતા નથી તો અન્ય લોકો તમારાથી ઘણા આગળ વધી શકે છે. એવું નથી કે તેઓ કમ્યુનિકેશન સ્કિલ સાથે પેદા થયા છે, પરંતુ તેમને પોતાની સ્કિલ વિકસિત કરી છે, આ રીતે તમે પણ તમારી સ્કિલને વધુ સારી બનાવી શકો છો અને લોકો તમને સાંભળશે. આટલું ધ્યાન રાખો-
1) તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો. જે પરિસ્થિતિઓમાં તમે અનકમ્ફર્ટેબલ અનુભવો છો, તેમાં રહો, ધીરે ધીરે તમે તેનાથી ઉપર નીકળી આવશો.
2) તમે સારી રીતે બોલતા હોય તેવા લોકો સાથે વાત કરો અથવા ટીવી પર તેમને સાંભળો, પુસ્તકો વાંચો. દરેક બાજુથી જ્ઞાન લેવાનો પ્રયત્ન કરો.
3) બહેતર કમ્યુનિકેશન માટે એ જરૂરી નથી કે તમને અંગ્રેજી આવડતું હોય, અંગ્રેજી એક ભાષા છે અને કમ્યુનિકેશન એક કલા છે.
4) તમને તમારી માતૃભાષામાં વાત કેહવાની કળા આવડવી જોઈએ.
5) તમારી બોડી લેન્ગવેજ તમારી વાત કરવાની રીત પર ખુબ અસર કરે છે, તેથી તેના પર પણ ધ્યાન આપવું જોઈએ.
6) વાત કરતી વખતે તમે આઈ કોન્ટેક્ટ બનાવી વાત કરો.
7) કમ્યુનિકેશન તે લોકો માટે કામ કરે છે જેઓ તેમના કમ્યુનિકેશન પર કામ કરે છે.