લક્ષ્મણએ ભગવાન રામની સેવા કરવા માટે ઊંઘ્યા વિના 14 વર્ષ વિતાવ્યા

રાજા દશરથ અને સુમિત્રાના પુત્ર લક્ષ્મણ, ભગવાન રામનો નાનો ભાઈ છે. ભગવાન રામને ભગવાન વિષ્ણુના 7 અવતાર તરીકે ગણવામાં આવે છે. ભગવાન રામે સીતામાતા સાથે લગ્ન કર્યા, લક્ષ્મણે સીતા માતાની નાની બહેન ઉર્મિલા સાથે લગ્ન કર્યા.

લક્ષ્મણ એક ખૂબ જ કુશળ ધનુધર હતા જે એક સાથે પાંચસો તીરો ચલાવી શકતા હતા. તેઓ તેમના મોટા ભાઇ રામની સેવા કરતા હતા અને દરેક જગ્યાએ તેમનીં સાથે ગયા હતા, રાક્ષસોંને મારવા મિથિલા હોય કે પછી ભગવાન રામનો 14 વર્ષનો વનવાસ તેમની સાથે સર્વત્ર ચાલ્યા ગયા હતા.

જયારે કૈકેયી તેની દાસી મંથરાની વાતોમાં આવી રાજા દશરથને વચનનો આદર કરવા માટે કહેવામાં આવ્યું, જેમણે તેમને વરદાન આપવાનું વચન આપ્યું હતું, કૈકેયીએ તેમના વચનમાં માંગ્યું કે ભરતને રાજગાદી અને રામને વનવાસ મળે, ત્યારે લક્ષ્મણ અને સીતા માતા પણ ભગવાન રામ સાથે વનવાસ ગયા.

તેમના મોટા ભાઇ અને ભાભીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, લક્ષ્મણએ આખા વનવાસ દરમિયાન જાગૃત રહેવાનું નક્કી કર્યું. લક્ષ્મણએ નિન્દ્રાની દેવી પાસે 14 વર્ષ સુધી નિદ્રા અવગણવાની વિનંતી કરી. નિંદ્રાદેવી સંમત થયા, પરંતુ કહ્યું કે સંતુલન જાળવવા માટે, કોઈ અન્ય વ્યક્તિએ લક્ષ્મણ વતી ઊંઘ લેવી પડે, જેના માટે તેમણે તેમની પત્ની ઉર્મિલાનું કહ્યું.

ઉર્મિલા સરળતાથી સહમત થઇ જાય છે, લક્ષ્મણ જાગતા રહ્યા જેથી 14 વર્ષ સુધી તેમના ભાઈની સેવા કરી શકે. લક્ષ્મણે ઊંઘને હરાવી હતી તેથી તે રાવણના પુત્ર મેઘનાથને મારી નાખવા સક્ષમ હતા, જેણે વરદાન મેળવ્યું હતું, કે તેને તે વ્યક્તિ મારી શકે છે જેને ઊંઘને હરાવી હોય.

આ પણ વાંચો: રાવણના 10 માથા પાછળની રસપ્રદ વાર્તા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *