લાઇફસ્ટાઇલ ટિપ્સ: શુ તમે તમારા બાળકને બગાડી રહ્યા છો?

પિતા તેમના બાળકોને માટે બધું શ્રેષ્ઠ આપવા માંગે છે અને આ માટે તેઓ ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ શું તેઓને ખ્યાલ હોય છે કે તે એમને બગાડી રહ્યા છે. અહીં થોડાં ચેતવણી ચિહ્નો આપવામાં આવ્યા છે.

લાઇફસ્ટાઇલ ટિપ્સ

તમે કયારેય ‘ના’ ન પાડો

દરેક બાળકોને તેના પિતા વ્હાલ કરતા હોય છે. તો બાળકને તમે કયારેય ના શબ્દનો પ્રયોગ ન કરવો. આમ કરવાથી તેને તમે હર્ટ કરો છો. કયારેક તમે બાળકનું દિલ ન તોડીને જાણ્યે અજાણ્યે બગાડવાનું વલણ રાખો છો. ના નહી પાડવાથી બાળક જીદે ભરાશે. અને ગમતી વસ્તુ ન મળવાથી તે હતાશ થઈ જશે. ના નહી પાડવાની બીજી નકારાત્મક અસર એ થશે કે તે હંમેશાને માટે આદત બની જશે. વસ્તુ ખરીદતા પહેલા તમે તેને દેખાડી લેવાનો નિર્ણય લો.

તમે બાળક માટે ઘણી બઘી ભેટો ખરીદી કરો છો

તમારા બાળક પર વધુ પૈસા ખર્ચીને તેના પર પ્રેમ દર્શાવો છો તેનો અર્થ એ નથી કે વધુ નાણાં વેડફવાં. બાળકના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ભેટની ખરીદી કરો. પરંતુ ઓવર ખર્ચ ન કરો. બિન જરૂરી ખર્ચા કરી તેના પર સમય ખર્ચ ન કરો.

તમે તમારા બાળકોની ફરિયાદો પર ધ્યાન આપો

તમારૂ બાળક સતત ફરિયાદ કરતું હોય તો તેના તરફ ધ્યાન આપવું જોઈએ. તમે તમારી દુનિયામાં રાચતા હોવ તો બાળક બગડવાનો મજબુત સંકેત આપે છે. બાળકને અતિ લાડ કરાવવાથી તેની કાળજી લેવાથી બગડવાનો ભય રહે છે. તે માટે ખ્યાલ રાખવો જોઈએ કે બાળકને વધુ લાડ ન લડાવવા.

તો તમારા બાળકોની સાર સંભાળ રાખો પરંતુ તેને બગાડવામાં ફાળો ન આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *