લાઈફસ્ટાઈલ ટિપ્સ: શું પૈસા તમારા પ્રેમનો વિનાશ કરી શકે?

અહીં અમે તમને કેટલીક લાઈફસ્ટાઈલ ટિપ્સ આપવા જઈ રહ્યા છે. જ્યારે રિલેશનશીપની શરૂઆત હોય છે ત્યારે વધારે રૂપિયા ખર્ચાતા હોય પરંતુ બ્રેકઅપ બાદ તેવી બાબતમાં ખર્ચ ઘટી જતો હોય છે, અને હકિકતમાં અમુક કિસ્સાઓમાં રિલેશન ટુટવાનું કારણ પૈસા બનતું હોય છે. ઘણીવખત આ માનવું અઘરું પડે છે, પરંતુ પૈસા રિલેશન તોડવામાં ભાગ ભજવતા હોય છે. જ્યારે કપલ જોડે રહેતું હોય ત્યારે પૈસાની તંગીના કારણે તે બંનેની લાઈફ પર અસર જણાય છે.

લાઈફસ્ટાઈલ ટિપ્સ

અતિશય શોપિંગ

અન્યથી અલગ દેખાવાનો લોકોમાં મોહ રહેલો હોય છે, જેના કારણે અંતે અનેક કપલ્સ વચ્ચે ફાઈટ પણ થતી હોય છે. જે વ્યક્તિ ભવિષ્યમાં સેવિંગ માટે નથી વિચારતો એના માટે કોઈ મોટી વાત નથી. પરંતુ બંને માટે વિચારતો હોય એવો પાર્ટનર એક પાંચીયું ખર્ચતાં પહેલાં પણ વિચારશે, ત્યારે બંને વચ્ચે આર્ગ્યુ થવા લાગશે. અને ફાઈટ પણ સર્જાશે., તેવામાં તમે બેસો અને સપૂર્ણ નિર્ણય કરો.

બંને સાથે ગોલ નક્કી કરો

જ્યારે તમે રિલેશનશિપમાં છો ત્યારે તમારી પ્રતિક્રિયા તમારા પાર્ટનર પર પણ અસર પહોંચાડે છે. માટે કોઈ પણ જગ્યાએ ઈન્વેસ્ટ કરતાં પહેલાં એ મહત્વનું છે કે, તમે અંદરોઅંદર વાતચિત કરી લો. કાર, હાઉસ વગેરે જેવી વસ્તુઓ ખરીદવામાં વધારે પૈસા ખર્ચ થઈ જતા હોય છે, માટે ખરીદતી વખતે તમારા પાર્ટનરને આ બાબતે તમામ માહિતી આપો.

તમારા બજેટ વિશે પ્લાન કરો

આવું કરવાથીં તમે પૈસાની તાણથી બહાર આવી શકશો અને જે મુખ્યત્વે સંબંધનું અધઃ પતનનું કારણ બનતું હોય છે. માટે એકબીજાની જરૂરિયાત અને ઈચ્છાને મહત્વ આપવા માટે દર મહિને ફિક્સ બઝેટ ફાળવવા બંને પરસ્પર સહમત થાઓ.

પૈસાને તમારા પર કન્ટ્રોલ ન રાખવા દો, ઉલટાનું પૈસા પર કન્ટ્રોલ રાખી ધાર્યું પરિણામ શોધવાનો તમારા પાર્ટનર સાથે મળી રસ્તો મેળવો.

gbeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

થોડા સમયની ઝબકી તમને ઘણો ફાયદો અપાવી શકે છે

Fri Aug 11 , 2017
અહીં અમે તમને કેટલીક લાઈફસ્ટાઈલ ટિપ્સ આપવા જઈ રહ્યા છે. જ્યારે રિલેશનશીપની શરૂઆત હોય છે ત્યારે વધારે રૂપિયા ખર્ચાતા હોય પરંતુ બ્રેકઅપ બાદ તેવી બાબતમાં ખર્ચ ઘટી જતો હોય છે, અને હકિકતમાં અમુક કિસ્સાઓમાં રિલેશન ટુટવાનું કારણ પૈસા બનતું હોય છે. ઘણીવખત આ માનવું અઘરું પડે છે, પરંતુ પૈસા રિલેશન […]