વધુ પડતું પાણી પીવાથી થતું નુકશાન

પાણી આપણા શરીર માટે ખુબ ઉપયોગી છે. આપણા શરીરમાં 70% ભાગ પાણી છે. પાણી આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. પરંતુ વધુ પડતું પાણી પીવું તે નુકશાન કારક સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ વધુ પાણી પીવાથી થતા નુકશાન કયા છે.

વધુ પાણી પીવાથી લોહીમાં સોડિયમની ખુબ અછત થઇ શકે છે. આ સ્થિતિને હાઇપોનાઇટ્રેમિયા કહેવાય છે. સોડિયમ કોષની અંદરના અને બહારની વચ્ચે પ્રવાહી સંતુલિત કરવામાં મદદ કરે છે. તેથી વધુ પડતું પાણી પીવાથી કારણે સોડિયમના સ્તરમાં ઘટાડો થાય છે.

ઘણી વખત ડીહાઇડ્રેટ શરીરને રીહાઈડ્રેટ કરવા માટે જરૂર કરતા વધુ પાણી પી લે છે. તેના કારણે માથાનો દુખાવો, ઉબકા, ઉલ્ટી અને વારંવાર પેશાબ જવા જેવી સમસ્યાઓ થાય છે.

આ પણ વાંચો: આદુનો વધારે પડતો ઉપયોગ તમને ભારે પડી શકે છે

જયારે કોઈ વ્યક્તિ થોડા સમયમાં વધુ પાણી પીવે તો કિડની પર અસર થઇ શકે છે. જેના કારણે કિડની તે પાણીને આસાની થી પાણી બહારકાઢી શકતી નથી. જયારે કિડની સારી રીતે કામ નથી કરતી તો શરીરમાં પાણી ભેગું થવા લાગે છે. પાણી સેલ્સમાં જમા થાય છે. અને તે ફુગ્ગાની જેમ ફૂલવા માંડે છે. કેટલાક સેલ્સતો જરૂરત મુજબ ફેલાવાની ક્ષમતા હોય છે.

પરંતુ મગજના સેલ્સમાં ફેલાવી ક્ષમતા હોતી નથી. તેથી જો મગજના સેલ્સમાં પાણી ભેગું થાય અને તે ફેલાઈ ના શકે તો તે ખુબ ઘાતક બની શકે છે. મગજમાં વધારે પ્રવાહી સંચયને સેરેબ્રલ એડિમા કહેવામાં આવે છે.

જમવાનું જમ્યાના તુરંત બાદ પાણી ન પીવું જોઈએ. જમ્યા પછી તરત પાણી પીવું નુકશાન કારક છે. કારણ કે ખોરાકના પાચન માટે શરીરમાં ગરમી જરૂરી છે. પાણી પીવાથી ગરમી ઓછી થાય છે જેના કારણે ખોરાક પચતો નથી.

આ પણ વાંચો: હાડકાં મજબૂત કરવામાં માટે જરૂરી ફૂડ આઈટમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *