પ્રેમ ભાવનાઓ, વર્તણૂક અને લાગણીનો એક જટિલ સમૂહ છે જે સ્નેહ, રક્ષણાત્મકતા, હૂંફ અને બીજા વ્યક્તિ પ્રત્યેના આદરની તીવ્ર લાગણીઓ સાથે સંકળાયેલ છે. પ્રેમમાં વિશ્વાસ અને પ્રામાણિકતા હોવી જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારા સાથે પ્રામાણિક હોય. જો તમારો સાથી તમારી સાથે પ્રામાણિક નથી, તો પછી તમારા સંબંધો લાંબો સમય ટકશે નહિ. અને તમે પ્રેમમાં છેતરાઈ જશો. તેથી તમે જ્યારે પણ કોઈ વ્યક્તિને ડેટિંગ કરો ત્યારે ધ્યાનમાં રાખો કે તે તમારી ભાવનાઓ, તમારા વિશ્વાસ સાથે રમી રહ્યો નથી ને.
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ એટલા પણ આંધળા ના બનો કે તમે પ્રેમમાં છેતરાઈ જાવ. કોઈ પણ સંબંધમાં વિચાર્યા વિના આંખ બંધ કરીને વિશ્વાસ કરી આગળ ન વધો.જો તમને થોડી શંકા હોય તો તમે તેની તપાસ કરો. તપાસ કરો કે તમારો સાથી તમારા સાથે કેટલો પ્રામાણિક છે. તે તમારો વિશ્વાસ તો નથી તોડી રહ્યો ને. પછી જઇને કોઈ નિર્ણય લો અને પ્રેમના પ્રસ્તાવમાં હા કહો. ખરેખર, ઘણી વાર આપણે વિચાર કર્યા વિના સંબંધોમાં પડી જઈએ છીએ અને પાછળથી પસ્તાવો કરવો પડે છે.
જો તમે મૂંઝવણમાં મૂકાઈ રહ્યાં છો કે તમે કોઈ ખોટા વ્યક્તિને ડેટ કરી રહ્યાં છો, તો તમે ત્યાંથી જ આગળ ના વધશો અને વાતચીતને પણ આગળ ન વધારો ત્યાંથી જ બધું સ્ટોપ કરી દો. કારણ કે કોઈ પણ સંબંધ માટે શારીરિક, માનસિક અને નાણાકીય બાબતો ખૂબ મહત્વની હોય છે. આ બધું વિચાર્યા પછી, સંબંધોમાં પડવું.
વાંચો: રામાયણની આ વાતોને યાદ રાખશો તો લગ્ન જીવનમાં ઝગડો થશે નહીં
એવું નથી કે કોઈ સંબંધમાં ઝઘડા અને લડાઇઓ થતી નથી. દરેક સંબંધમાં નાના મોટા ઝગડાઓ થતા જ રહે છે. પરંતુ એક બીજા પર વિશ્વાસ અને આદર આ લડાઇઓ અને તકરારને દૂર કરે છે. કોઈ પણ સંબંધમાં વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. તમારો જીવનસાથી તમારી સાથે પ્રામાણિક હોવો જોઈએ અને તમારી લાગણીઓ સાથે રમતો ન હોવો જોઈએ નહીં. તેથી તમે કોઈને પ્રેમ કરતા પહેલા, તેને ડેટ કરતા પહેલા તેની તપાસ કરો અને પછી આગળ વધો.