મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો

રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીએ સુપ્રિમ કોર્ટની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં એક દિવસ અગાઉ એરિકનનું બાકી નીકળતું દેવું ચૂકવી દીધું અને પોતાને જેલ જવાથી બચાવી લીધા. આરકોમ દ્વારા સોમવારે ટેલિકોમ ઉપકરણ ઉત્પાદક સ્વીડિશ કંપની એરિક્સનને 458.77 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ રકમમાં દંડ અને વ્યાજની રકમ શામેલ છે.

સર્વોચ્ચ અદાલતે 19 મી ફેબ્રુઆરી દરમિયાન જણાવ્યું હતું કે અનીલ અંબાણીએ ચાર અઠવાડિયાની અંદર સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે નહિ તો તેમને ત્રણ મહિના માટે જેલમાં મોકલવામાં આવશે. એટલું જ નહીં પરંતુ કોર્ટે અનિલ અંબાણીને કોર્ટની અવગણના કરવા બદલ પણ દંડ ફટકાર્યો હતો. તે જ સમયે, આરકોમના ચેરમેન અનિલ અંબાણીએ તેમના મોટા ભાઇ મુકેશ અંબાણી અને ભાભી નીતા અંબાણીનો આ કટોકટીના સમયમાં મદદ માટે આભાર માન્યો છે.

અનિલ અંબાણીએ કહ્યું, ‘સંકટના આ સમયમાંમારી સાથે ઊભા રહેવા માટે, હું મારા મોટા ભાઇ મુકેશ અને ભાભી નીતા અંબાણીનો આભાર માનું છું. આવા પ્રસંગે તેમને મદદ કરીને, તેઓએ બતાવ્યું કે તમારા કૌટુંબિક મૂલ્યો સાથે ઉભા રહેવાનું કેટલું મહત્વનું છે. હું અને મારા પરિવાર ખુશ છીએ કે અમે જૂની વસ્તુઓમાંથી બહાર આવ્યા છીએ અને મોટા ભાઈના આ પગલા માટે આભારી છીએ. ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *