મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ વ્યાપક રીતે રસોડામાં ઉપયોગ થાય છે. તમને દરેક ઘરના રસોડામા રસોઈ સ્વાદિષ્ટ બનાવાવા માટે ઉપયોગ થાય છે. પછી વઘાર કરવા હોય કે ચટણી બનાવા મીઠા લીમડાનો ઉપયોગ થાય છે. મીઠો લીમડો વિવિધ આરોગ્ય અને સૌંદર્ય માટે ખુબ ફાયદાકારક છે. મીઠો લીમડોએ જડીબુટ્ટી તરીકે કામ કરે છે. તે ઘણા જરૂરી પોષક તત્વો માટે જાણીતો છે.
મીઠા લીમડામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઇબર, કોપર કાર્બોહાઇડ્રેટ્સ, ઊર્જા, મેગ્નેશિયમ અને લોહ જેવા પોષક તત્વો હોય છે. મીઠા લીમડામાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ઈ હોય છે અને આરોગ્ય માટે ફાયદાકારક એમિનો એસિડ પણ હોય છે. જે વજન ઓછું કરવા , બ્લડ પ્રેશર, અપચો, એનિમિયા, ડાયાબિટીસ કંટ્રોલ કરવા, વાળ ઉતારવા, ત્વચા માટે, ઇન્ફેકશન, ખીલ વગેરેમાં ખુબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચો: વાળનો ગ્રોથ વધારવા માટે કંઈક આ રીતે ડુંગળીનો ઉપયોગ કરો