વાળનો ગ્રોથ વધારવા માટે કંઈક આ રીતે ડુંગળીનો ઉપયોગ કરો

ડુંગળીનો રસ એન્ટીઑકિસડન્ટ એન્ઝાઇમ કેટાટેઝના સ્તરે વધારો કરીને વાળની વૃદ્ધિમાં મદદ કરે છે. તો ચાલો જાણીએ ડુંગરીનો ઉપયોગ કઈ રીતે કરવો.

હેર ગ્રોથ માટે ડુંગળીના રસ

તમારે 1 ટેબલસ્પૂન ડુંગળીના રસ લઇ કોટન પૅડ પેડ વડે તમારા માથાના સ્કેલ્પમાં લગાવી 2-3 મિનિટ મસાજ કરો. પછી તેને 1 કલાક સુધી રહેવા દો. અને પછી તમારા હેરને માઈલ્ડ શેમ્પુથી વોશ કરી લો.

હેર ગ્રોથ માટે નાળિયેર તેલ અને ડુંગળીનો રસ

તમારે 2 ટેબલસ્પૂન ડુંગળીના રસ માં 2 ટેબલસ્પૂન નાળિયેર તેલ મિક્સ કરી તમારા માથાના સ્કેલ્પમાં લગાવી થોડી વાર મસાજ કરો. અને પછી તેને 30 મિનિટ રહેવા દો. અને પછી તમારા હેરને માઈલ્ડ શેમ્પુથી વોશ કરી લો.

હેર ગ્રોથ માટે મધ અને ડુંગળીનો રસ

4 ટેબલસ્પૂન ડુંગળીનો રસ લો. આ રસ માં એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણને તમારા માથાના સ્કેલ્પમાં અને હેરના મૂળમાં લગાવો. અને 30 મિનિટ રહેવા દો. અને પછી તમારા હેરને માઈલ્ડ શેમ્પુથી વોશ કરી લો.

હેર ગ્રોથ માટે ડુંગળી અને મીઠો લીમડો

તાજા મીઠા લીમડાના પાનની પેસ્ટ બનાવો. આપેસ્ટમાં ડુંગળીનો રસ 2 ટેબલસ્પૂન ઉમેરો અને મિક્સ કરી આ પેક તૈયાર કરો. આ પેક તમારા માથાના સ્કેલ્પમાં લગાવો. અને એક કલાક રહેવા દો. અને પછી તમારા હેરને માઈલ્ડ શેમ્પુથી વોશ કરી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *