રામાયણની આ વાતોને યાદ રાખશો તો લગ્ન જીવનમાં ઝગડો થશે નહીં

એક વૈજ્ઞાનિક તથ્ય અનુસાર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે દરેક સ્ત્રી અને પુરુષ અપૂર્ણ હોય છે. બંનેના મિલન પછી તેમની અપૂર્ણતા દૂર જાય છે. જો દામ્પત્ય જીવનમાં આ વાતો યાદ રાખશો તો પતિ અને પત્ની બંને હંમેશાં ખુશ રહેશે. તેમની વચ્ચે ક્યારેય ઝગડો થશે નહિ. તો ચાલો રામાયણની આ વાતોને જાણીએ.
સંયમ
સંયમ એટલે કે માનસિક બાબતો જેમ કે ક્રોધ, અહંકાર અને મોહ જેવી બાબતો પર નિયંત્રણ રાખવું.
સંતાન
દામ્પત્ય જીવનમાં સંતાનનું ખૂબ જ મહત્વ હોય છે. સંતાન પતિ પત્નીના સંબંધને મજબૂત કરે છે. તેથી લગ્ન જીવનમાં સંતાન ખુબ મહત્વપૂર્ણ હોય છે.
સંવેદનશીલતા
પતિ-પત્નીએ એકબીજાની લાગણીઓને મહત્વ આપવું જોઈએ અને આદર કરવો જોઈએ. કહ્યા વગર જ વાતને સમજી લેવી જોઈએ.
માનસિક મજબૂતી
લગ્ન જીવન સફળ બનાવવા માટે બંને પતિ અને પત્ની માનસિક રીતે મજબૂત હોવા જોઈએ.