સોડા પીવાની આડઅસર, પીવા પહેલા જરૂર વાંચો

સોડા સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય પીણાંમાંનું એક છે. તમે ભારે ભોજન પૂરું કર્યુ હોય અથવા માત્ર એક પીણાં સાથે રિફ્રેશ મેળવવા માંગો છો તો સોડા સારો વિકલ્પ છે. જો કે, ઘણી બધી વખત લેવાયેલો એક ગ્લાસ તમારા શરીર પર ભારે નુકસાન પહોંચાડી શકે છે. જે લાંબાગાળે વ્યસનમાં પરિણમી શકે છે. અહીં સોડા પીવાથી થતી કેટલીક આડઅસરો દર્શાવી છે:

સોડામાં કશું જ હોતું નથી

લેબલ કહે છે તે બાબત કોઇ પણ પ્રકારે સાચી નથી, સોડા તેના પોતાના પર કોઈ પોષણ મૂલ્ય ધરાવતુ નથી. તે કોઇ પણ પ્રકારનું પ્રોટીન, વિટામિન્સ અને ખનીજ ધરાવતુ નથી. તેમાં મુખ્યત્વે પાણી, શુદ્ધ ખાંડ, કેફીન, એસિડ, કૃત્રિમ રંગો અને પ્રિઝર્વેટિવ્સનો સમાવેશ થાય છે. એટલા માટે સોડાના એક ગ્લાસને અવગણો અને તેના બદલે કેટલાક તાજા ફળનો રસ પસંદ કરો. નિયમિત સોડા પીવા કરતા પાણીનો એક ગ્લાસ પણ તમને તંદુરસ્ત રાખવા મદદ કરે છે.

તમારૂ વજન વધારે છે

સોડા પ્રેમીઓ સોડામાં હાજર રહેલા ગેસને કારણે વજન ઘટે છે તે વિશે વાત કરતા હોય છે પરંતુ એથી ઉલટુ તે એક સંપૂર્ણ પીણું છે અને તેમાં રહેલો ગેસ વજનને વધારવામાં મદદ કરે છે. તે ખાલી કેલરી ઊંચી માત્રામાં સમાવે છે આથી સ્થૂળતા લાવે છે અને ડાયાબિટીસ કરવા માટે ખાંડ પણ ઉંચી માત્રામાં મોજૂદ હોય છે. હકીકતમાં, સોડામાં રહેલા કેફીનની હાજરી વ્યક્તિને ફરી અને ફરીથી સોડા પીવા માટે આકર્ષે છે.

એક ભેજશોષક એજન્ટ

ઘણા લોકો તેની તરસ છિપાવવા માટે સોડા પીવે છે, તેમાં રહેલી ખાંડને કારણે તે ખરેખર એક ભેજશોષક એજન્ટ છે. હકીકતમાં સોડા મિઠી પ્રકૃતિ ધરાવે છે તો કિડની જ્યારે પણ તેમાં રહેલી ખાંડને યુરીન વાટે પચાવવાનો પ્રયાસ કરે છે ત્યારે કિડનીને ભારે શ્રમ વેઠવો પડે છે. સોડા પ્રસંગોપાત પીવા માટે સામાન્ય છે પરંતુ જો તમે તેને પીવા પર કાબુ નથી રાખી શકતા તો તમારે ચેતવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *