OMG: સ્વામી ઓમ પણ દિલ્હીથી લોકસભા ચૂંટણી લડશે

બિગ બોસ 10 કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા સ્વામી ઓમ પણ લોકસભા ચૂંટણીમાં ઉતરવાની ઘોષણા કરી ચુક્યા છે. આપને જણાવી દઈએ કે સ્વામી ઓમ પોતાને તાંત્રિક અને ભગવાન સુદ્ધા કહી ચુક્યા છે. સ્વામી ઓમ દિલ્હીથી લોકસભા ચૂંટણી લડશે. સ્વામી ઓમ દિલ્હીમાં કેજરીવાલ વિરુદ્ધ લડશે, તેમને કહ્યું કે તેઓ કેજરીવાલની હિન્દૂ વિરોધી માનસિકતાને પડકારશે.

આપને જણાવી દઈએ કે સ્વામી ઓમ ખુબ જ વિવાદમાં રહ્યા છે, પછી તે બિગ બોસ 10 સીઝનમાં લોકો પર પેશાબ ફેંકવાની બાબત હોય કે પછી ટીવીની લાઈવ ડીબેટમાં મહિલા સાથે મારામારી કરવાની બાબત હોય. સ્વામી ઓમ હાલમાં જ ખુબ જ વિવાદિત નામ બની ચૂક્યું છે.

સ્વામી ઓમે કહ્યું છે કે હિન્દૂ સંગઠનોએ ભેગા થઈને લોકસભા ચૂંટણી લડવા માટે તેમનું નામ આગળ કર્યું છે. હવે આ વાત કેટલી સાચી છે તે કહેવું ખુબ જ મુશ્કિલ છે. સ્વામી ઓમ પર સાઇકલ ચોરી કરવાનો આરોપ પણ લાગી ચુક્યો છે, જેના માટે તેઓ જેલમાં પણ જઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *