ગ્રીસમાં એક કિસ્સો જોવા મળ્યો છે. જ્યાં 18 મહિનાથી કૂતરો એક ઇંચ પણ ખસ્યો નથી જ્યાં તેના માલિકનું કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું. કેટલાક લોકોએ કૂતરાને પાડવાનો નિર્ણય પણ કર્યો અને તેને ઘરે લઈ જવાની કોશિશ કરી, પરંતુ કૂતરો ત્યાંથી આગળ વધ્યો નહીં. અંતે, કૂતરાની વફાદારી જોઈને લોકોએ તેને ત્યાં પીવાનું પાણી અને ખોરાક આપવાની વ્યવસ્થા કરી અને તે ત્યાં રહેવા માટેની પણ વ્યવસ્થા કરી કારણ કે ત્યાં ગરમી પણ પડે છે અને ઠંડી પણ છે.
રિપોર્ટ મુજબ કૂતરાના માલિકનું નામ હરીસ હતું, તે 40 વર્ષનો હતો, જે 9 નવેમ્બર, 2017 ના રોજ ઓલ્ડ રીંગ રોડ પર ઇવીનોસ નદી પર સિમેન્ટ મિક્સર સાથે ટક્કર બાદ મૃત્યુ પામ્યો હતો. પરંતુ સ્થાનિક લોકો એ વાથી આશ્ચર્યચકિત થયા કે ઘરથી 12 કિમીથી વધુ દૂર ઘટના સ્થળે કૂતરો કેવી રીતે પહોંચ્યો.
આ પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો, એક વફાદાર કૂતરો તેના મૃત માલિકની આવવાની આશા રાખીને તે સ્થાને બેસેલો મળ્યો જ્યાં ટ્રેનની ચપેટમાં આવી જવાથી તેના માલિકનું મૃત્યુ થયું હતું. લોકોએ તેને ત્યાંથી હટાવાનો પ્રયત્ન કર્યો પણ વફાદાર કૂતરો ત્યાંથી હટ્યો નહિ, અને કલાકો સુધી ત્યાં બેસીને તેના માલિકની રાહ જોતો રહ્યો.