ટ્રાવેલ ડાયરી: થારના રણમાં પ્રવાસી સફર

ભૌગોલિક રીતે પ્રતિષ્ઠાવંત ભારતના અદ્ભુત બાબતો પૈકીનું એક તથા મોટા થાર અને થોડા ખાલીપણાનો અહેસાસ કરાવતુ અને બાદશાહી ધનસંપત્તિ ધરાવતુ લોકપ્રિય માન્યતાથી વિપરીત, તે માત્ર રેતીના મેદાનોમાં વસેલુ એક નગર નથી. સુવર્ણ પ્રકારના રેતીના ઢગલા વચ્ચે, આ વિસ્તારમાં લોકલ મહિલાઓ અને પુરુષો દ્વારા તદ્દન લાલ અને નારંગી પાઘડી સાથે સફેદ પોશાક પહેરવામાં આવે છે. જે તેજસ્વી કાપડ અને પરંપરાગત જ્વેલરીથી ભરેલો હોય છે

Thar Desert

આ સ્થળનું એક જ્વલંત લક્ષણ એ છે કે તે અનન્ય પ્રાણી સૃષ્ટી ધરાવે છે. અહિં મળી આવતું ઇઝાબલીન વ્હીટર કે જે ચકલી કરતા થોડુ જ મોટુ પક્ષી છે.

અહિં ભારતીય રણમાં ખિસકોલી અને ઉંદર બન્ને પ્રાણીઓના મિશ્રણ જેવું એક વિચીત્ર એક નાનું સસ્તન પ્રાણી મળી આવે છે. જે જર્ડ તરીકે ઓળખાય છે.આ વિશાળ રણની સુંદર જમીનમાં ચિંકારા જેવા પ્રાણીઓ પણ ક્યારેક ફરતા મળી આવે છે.

ખાભા કિલ્લા પરથી તમે આજુબાજુના અનેક ગામોનો શ્વાસ થંભાવનારો ભવ્ય નજારો જોઇ શકો છો. કેટલીક સદીઓ બાદ હવે લોકો આજુબાજુની વસાહત છોડી રહ્યા છે અને હવે માત્ર થોડા ખંડેર જ બાકી રહ્યા છે.

આ વસાહતો પર એક જમાનામાં પાલીવાલ બ્રાહ્મણો રાજ કરતા હતા કે જેઓએ પાલી વિસ્તારમાંથી મધ્ય રાજસ્થાનમાં સ્થળાંતર કર્યુ હતું અને ત્યારબાદ જેસલમેરને જ તેમનું ઘર બનાવી દીધું. આજે તમને ત્યાં માત્ર છુટાછવાયા અવશેષો જ જોવા મળશે અને કેટલાક પાળીયાઓ પણ કે જે શહિદ લોકોના સ્મારક તરીકે ત્યાં મુકાયેલા હોય છે.

જો તમે આ રણપ્રદેશની મુલાકાતે જાઓ છો તો જેસલમેરમાં આવેલા ગોલ્ડન કિલ્લાની મુલાકાત લેવાનું ન ભુલશો કે જે તેના ભવ્ય અને ઐતિહાસીક યાદગિરી માટે અનોખુ સ્થાન ધરાવે છે.

એક સાંજે સ્થાનિક લોકો દ્વારા ગવાતા પ્રેમ વિશેના ગીતો કે જે મગ્નિયાર લોકગીતો છે. તે અહીંના લોક ગાયકોના મુખે સાંભળવાનો આનંદ માણી શકો છો.

કેવી રીતે મુલાકાત લેવી:

જેસલમેર એ રેલ અને રસ્તાઓ દ્વારા આ દેશના મોટાભાગના શહેરોથી જોડાયેલું છે.

English: A journey through the Thar Desert

gbeat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જાણો ટ્રાવેલિંગ કરનાર માટે મેડિકલ કીટ કેમ જરૂરી છે

Mon Aug 7 , 2017
ભૌગોલિક રીતે પ્રતિષ્ઠાવંત ભારતના અદ્ભુત બાબતો પૈકીનું એક તથા મોટા થાર અને થોડા ખાલીપણાનો અહેસાસ કરાવતુ અને બાદશાહી ધનસંપત્તિ ધરાવતુ લોકપ્રિય માન્યતાથી વિપરીત, તે માત્ર રેતીના મેદાનોમાં વસેલુ એક નગર નથી. સુવર્ણ પ્રકારના રેતીના ઢગલા વચ્ચે, આ વિસ્તારમાં લોકલ મહિલાઓ અને પુરુષો દ્વારા તદ્દન લાલ અને નારંગી પાઘડી સાથે સફેદ […]